Getting your Trinity Audio player ready...
|
વર્ષ 1914 પહેલાં યુરોપ, અમેરિકા અને તેની વસાહતોમાં જવા માટે કોઈ વીઝા, પાસપૉર્ટની જરૂર પડતી ન હતી. પછી પહેલું વિશ્વ યુદ્ધ થયું અને સંજોગો બદલાઈ ગયા.
દેશોએ પોતપોતાનો પ્રદેશ આંકી લીધો અને રાષ્ટ્રીય સરહદોની રેખાઓ તણાઈ ગઈ. એ પછી આર્થિક તંગી અને મંદીનો દૌર શરૂ થયો. રાષ્ટ્રવાદની ભાવના અતિ-રાષ્ટ્રવાદની ચરમસીમા પર પહોંચી ગઈ અને તે બીજા વિશ્વ યુદ્ધનું કારણ બની.
બીજા વિશ્વ યુદ્ધ પછી પારસ્પરિક સંબંધવાળી, એકમેક પર નિર્ભર અને સંસ્થાગત વૈશ્વિક દુનિયાએ આકાર લીધો. પાછલાં 75 વર્ષના ચડાવઉતાર પછી પણ એ વૈશ્વિક વ્યવસ્થા યથાવત્ રહી છે.
સ્ટીવ હેન્કી અમેરિકાની જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં એપ્લાઈડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર અને જોન્સ હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એપ્લાઈડ ઇકૉનૉમિક્સ, ગ્લોબલ હેલ્થ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ સ્ટડીઝના સંસ્થાપક તથા સહ-નિર્દેશક છે. એમનું કહેવું છે કે નરેન્દ્ર મોદીએ કોઈ જ આયોજન વિના લૉકડાઉન લાગુ કર્યું. ક્લિક કરીને વાંચો એમનો દૃષ્ટિકોણ.
કોરોના વાઇરસથી સર્જાયેલો રોગચાળો દુનિયાની વર્તમાન વ્યવસ્થાને પહેલાં જેવી પરિસ્થિતિમાં મૂકવાની ધમકી આપી રહ્યો છે.
પહેલા વિશ્વ યુદ્ધ પછી દુનિયાના દેશો આત્મકેન્દ્રી અને સત્તા સમર્થક બન્યા હતા. કેટલાક રાજકીય વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના સમયમાં એવી જ દુનિયાના ઉદયની ભવિષ્યવાણી કરી છે.
તેમાં દુનિયા વધુ સાંકડી અને સંકીર્ણ રાષ્ટ્રવાદથી ભરેલી હશે. ‘રાષ્ટ્રોનું પ્રત્યાગમન’ નવી વ્યંજના છે. અર્થશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણ અને મુક્ત વેપારના દિવસોની વાતો કરી રહ્યા છે.
આટલી નિરાશા ક્યાંથી ઉપજી છે? માત્ર 0.125 માઇક્રો વ્યાસવાળો કોરોના વાઇરસ, જે આપણી પલકના એક હજારમાં હિસ્સા સમાન છે, તેમાંથી? કદાચ નહીં.
એક વાઇરસે નહીં, પણ દુનિયાના બે સૌથી શક્તિશાળી દેશોએ સમગ્ર વિશ્વના આત્મવિશ્વાસને ખળભળાવી મૂક્યો છે. હૂવર ઇન્સ્ટિટ્યૂશનના અમેરિકન ઇતિહાસકાર નિએલ ફર્ગ્યૂસને આ બન્ને દેશોને ‘ચીમેરિકા’ કહે છે.
ગયા દાયકા કે તેનાથી થોડા વધુ સમયથી ચીન અને અમેરિકાએ આર્થિક સંબંધોવાળું મૉડલ વિકસાવ્યું છે. જેની તુલના ફર્ગ્યૂસન નિચેબેઈ (ગત સદીના અંત સુધીના અમેરિકા-જાપાન વચ્ચેના મજબૂત આર્થિક સંબંધ) સાથે કરે છે.
કોરોના વાઇરસે આ ‘ચીમેરિકા’ને કાલ્પનિક ધારણામાં બદલી નાખ્યું છે.
ચીનના ત્રણ સિદ્ધાંત
ચીની નેતૃત્વ પર વિશ્વથી સચ્ચાઈ છુપાવવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેને કારણે વાઇરસ બીજા દેશો સુધી પહોંચ્યો અને રોગચાળો બની ગયો.
ચીનના દાવાઓને પડકારવામાં આવી રહ્યા છે અને તેમના આંકડા બાબતે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
ચીનના સત્તાવાર આંકડા મુજબ, તેમને ત્યાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 82,000 છે અને 4500 લોકો મૃત્યુ પામ્યાં છે.
જોકે, વૉશિંગ્ટનસ્થિત થિંક ટૅન્ક અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના ડેરેક સિઝર્સે કહ્યું છે કે ચીનમાં સંક્રમિત લોકોની સંખ્યા 29 લાખ સુધીની હોઈ શકે છે.
ચીનનો સમાવેશ એવા કેટલાક દેશોમાં થાય છે, જે દેશો કોઈ પણ પરંપરાગત પાઠ્યક્રમનું પાલન કરતા નથી.